ભચાઉની જૂની મુખ્ય બજારમાં રાત્રે દબાણો દૂર

ભચાઉની જૂની મેઈન બજાર અને ફૂલવાડી વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રાત્રિના સમયે જેસીબીની મદદથી રસ્તા પર આવેલા ઓટલા, લારી-ગલ્લા સહિતનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. મુખ્ય બજાર વિસ્તારમાં દૂધ ડેરી તથા નાસ્તાની દુકાનોની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ અને વાહનો પાર્ક થતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાતી હતી. દુકાનોની બહારના ઓટલા તેમજ રસ્તા પર વાહનો રાખવામાં આવતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થતી હતી, જેને પગલે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે, તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.