અમદાવાદમાં આભ ફાટ્યું! નિકોલ ગંગોત્રી સર્કલ પર મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા બન્યા દરિયા!

કચ્છ નહીં, આજે તો ગુજરાતના પાટનગર અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ગંગોત્રી સર્કલ પર અત્યારે ફુલ વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદે લોકોને ઘરની બહાર નીકળતા રોકી દીધા છે.

ગંગોત્રી સર્કલ આખું પાણી પાણી થઈ ગયું છે. વાહનો ધીમે ધીમે પાણી ચીરતા જઈ રહ્યા છે અને લોકો દુકાનોના શેડ નીચે ઉભા રહી આ નજારો જોઈ રહ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને નીચે ધરતી પર પાણીનો સેલાબ… નજારો જોતા જ દિલ ખુશ થઈ જાય એવો છે.

નિકોલવાસીઓ માટે આ વરસાદ ગરમીમાંથી મોટી રાહત લઈને આવ્યો છે.