આદિપુરમાં રોકાણ કરવાનું કહી બે મિત્રો સાથે 15 લાખની ઠગાઈ

froad

આદિપુરમાં બે યુવાનોને રોકાણ કરવા કહી સાતથી દસ દિવસમાં બેથી પાંચ ટકાનું વળતર આપવાની લાલચ આપી કુલ રૂા. 15,50,000 મેળવી છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા અમદાવાદના શખસ સામે ગુનો દર્જ થયો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભુજમાં રહેનાર ફરિયાદી આદિપુરની 34 બજારમાં જલારામ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે. ફરિયાદીના મિત્ર ધૈવ્ય બુચ થકી વિશાલ નવીન પટેલ સાથે મિત્રતા થઈ હતી. 2026ની આઈપીએલની ગુજરાત હૈદરાબાદની મેચ અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ મેચ જોવા ફરિયાદી તથા ડો. ભાવિન… ને આ શખ્સ વિશાલ પાસે ટિકિટ મેળવી આપી હતી બંને મિત્રો અમદાવાદ ગયા ત્યારે વિશાલે તેમને મળ્યો હતો. આ આરોપીએ પોતે ચાઈનાથી કન્ટેનર મંગાવી ગુજરાત, અન્ય રાજ્યોમાં કમિશનથી ધંધો કરતો હોવાનું કહી સાત-દસ દિવસ રોકાણ કરી બેથી પાંચ ટકા વળતર મળતો હોવાની વાત કરી હતી અને ફરિયાદીને બીલો, ક્યુઆરકોડ, ભરેલા કન્ટેનરોના ફોટા વગેરે મોકલાવ્યા હતા. ફરિયાદીએ હા પાડતા આરોપીએ પોતાના ખાતા નંબર આપ્યા હતા. જેના ઉપર ફરિયાદીએ રૂા. 10,50,000 મોકલી આપ્યા હતા. બે માસ સુધી પચીસ ત્રીસ હજાર આપ્યા બાદ આરોપીનો ફોન બંધ થઈ ગયો હતો. બાદમાં ફરિયાદીના મિત્રપાસેથી પણ આ શખ્સે રૂા. પાંચ લાખ મેળવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ બંને મિત્રો સાથે આરોપીએ રૂા. 15,50,000ની છેતરપિંડી, વિશ્વાસઘાત આચરતા બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે