પૂર્વ કચ્છમાં બે કાર્યવાહી દરમ્યાન રૂા. 8.47 લાખનો શરાબ જપ્ત

daru2

copy image

copy image

પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની જુદી-જુદી બે કાર્યવાહી કરીને કુલ રૂા. 8,47,050નો દારૂ ઝડપ્યો હતો. આ બંને દારૂ એક જ શખ્સના હોવાનું સામે આવ્યું હતું તથા બંને કાર્યવાહી દરમ્યાન તે પોલીસના હાથમાથી સરક્યો હતો. મળતી માહિતી મુજબ આડેસર પોલીસ મોમાઈ મોરા કેનાલ બાજુથી સફેદ ફોર્ચ્યુનર ગાડીદારૂ ભરીને મોડા ગામ બાજુ આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ ગાડી રોડથી નીચે ઉતરેલી હોવાનું જણાતા પોલીસ ત્યાં પહોંચી હતી અને આ ગાડીમાંથી ગ્રીન લેબલ 180 મી.લી.ના 1529 કવાર્ટરીયા, ગ્રીન લેબલ 750 મી.લી.ની 228 બોટલ, 8 પીએમના 1669 કવાર્ટરીયા એમ કુલ રૂા. 5,28,570નો દારૂ જપ્ત કરાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન કાર તથા બાઈક એમ કુલ રૂા. 20,53,570નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પરંતુ આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. બીજી કાર્યવાહી ફતેહગઢ નર્મદા કેનાલ નજીક કરવામાં આવી હતી. પૂર્વબાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જયાં રણમાં ફોર્ચ્યુનર ગાડી નજરે પડી હતી. બુટલેગરે ગાડીની ચાવી પણ ગાડીમાં જ મુકી રાખી હતી. આ ગાડી બહાર કાઢી તેમાંથી ગ્રીન લેબલની 192 બોટલ, કિંગ ફિશરના ટીન નંગ 720 તથા ગ્રીન લેબલના 920 કવાર્ટરીયા એમ કુલ રૂા. 3,18,480નો દારૂ જપ્ત કરાયો હતો. પરંતુ બુટલેગર પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો.