ગાંધીધામની ભાગોળે ટ્રેઇલર હડફેટે બાઇકસવારનું ઘટનાસ્થળે મોત

ગાંધીધામની ભાગોળે સ્મશાન પુલિયા નજીક આગળ જતી બાઇકને પાછળથી ટ્રેઇલરે હડફેટમાં લેતાં યુવાનનું મોત થયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ મીઠીરોહર મહાલક્ષ્મી પ્લોટમાં રહેનાર ફરિયાદીને આજે કમરમાં દુ:ખાવો થતો હોવાથી તે તથા રામચંદ્ર ગાંધીધામ દવા લેવા આવ્યા હતા. અહીં તબીબને બતાવી બાઇકથી પરત મીઠીરોહર જઇ રહ્યા હતા. તેવામાં સ્મશાન પુલિયા નજીક તેમને અકસ્માત નડયો હતો. પાછળથી આવતા ટ્રેઇલરએ ટક્કર મારતાં બંને યુવાન નીચે પટકાયા હતા અને બાદમાં રામચંદ્ર ઉપર તોતિંગ વાહનના પૈડા ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.વધુ તાપસ પોલીસે હાથ ધરી છે.