ભુજના મેળામાં ગુગલપેથી 67 હજાર ઉપડી ગયા
ભુજ તાલુકાના સુખપર રહેતા યુવાનના ભુજમાં મેળામાં હતો ત્યારે બારોબાર ગુગલપેથી બે ટ્રાન્ઝેકશનમાંરૂા. 67000 ઉપડી ગયા હતા.સૂત્રો મુજબ મળતી માહિતી આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે દરજીકામ કરતા સુખપરના યોગેશ ચૂનીલાલ દરજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14/9ના બપોરે તે ચાના પૈસા આપવા ગુગલપે કરતા પૈસા ટ્રાન્સફર થયા ન હતા. આથી તેમણે ગુગલપેમાં બેલેન્સ ચેક કરતા રૂા. 37 હતા અને ટ્રાન્ઝેકશન ચકાસતા 13/9ના રાતે 8.29 વાગ્યે 50,000 અને 8.40 વાગ્યે 17000ના ટ્રાન્સફર થયા હતા. જેમાં હરિઓમ કિરાણા સ્ટોર લખેલું બતાવ્યું હતું. આ સમયે ફરિયાદી સેન્ડલવૂડ મિરજાપર રોડ ભુજ ખાતે મેળામાં હતા. ફરિયાદીએ હેલ્પલાઇન નં. 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બેન્ક પાસેથી વિગતો મંગાવાતા આ કામ એરટેલ પેમેન્ટસ બેન્કના ખાતા નંબરવાળા થયાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.