ભચાઉમાં ત્રણ આરોપીઓ પકડાયા ચોરાઉ મનાતી બેટરી અને વાયરનો જથ્થો જપ્ત

ભચાઉમાં પોલીસે ત્રણ આરોપીઓપકડી પાડી તેમની પાસેથી ચોરાઉ મનાતી બેટરી અને વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ભચાઉમાં પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમ્યાન છકડો આવતાં તેને રોકાવાયું હતું. આ વાહનમાં રહેલા માલ-સામાન અંગે આધાર-પુરાવા મંગાતાં તે આપી ન શકતાં પાટણના રાજ પ્રમોદ કંસારા, ભુટકિયાના હાસમ જુમા ઘાંચી તથા વોંધના જુસબ આમદ ઘાંચીને પકડી લેવાયા હતા. આ ત્રણેય પાસેથી ચોરાઉ મનાતી 26 બેટરી, 30 કિલો વાયર તથા છકડો એમ કુલ રૂા. 4,19,000નો માલ-સમાન જપ્ત કરાયો હતો. આ બેટરી, વાયર ક્યાંથી આવ્યા હતા તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.