વીડી પુલિયા પર કાર ડીવાઇડરમાં ભટકાતાં યુવાનનું મોત
અંજારના હનુમાન ગુફા વીડી પુલિયા પર કાર ડીવાઇડરમાં ભટકાતાં યુવાનનું મોત થયું હતું. જ્યારે ચાલકને ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ અંજાર-મુંદરામાં ધોરમાર્ગ હનુમાન ગુફા વીડી પુલીયા પર ગત તા. 9-9ના સાંજના જીવલેણ અકસ્માત સર્જાયો હતો. દિવ્યાંગ ગઢવીની કાર તેના મોટા બાપાની વાડી મિંદીયાળા ખાતે રાખવાની હતી જેથી આ કારમાં રાહુલ મકવાણા, રોહિત ગઢવી, સવાર થયા હતા અને બીજી કારમાં દિવ્યાંગ ગઢવી, જીગર ગઢવી સવાર થયા હતા. આ બંને ગાડી લઇને તે મિંદીયાળી બાજુ જઇ રહ્યાં હતાં તેવામાં વીડી પુલીયા પર કાર ડિવાઇડરમાં ભટકાતાં તેમાં સવાર બંને યુવાનોને ઇજાઓ પહોંચી હતી. રાહુલને પ્રથમ સ્થાનીકે બાદમાં ગાંધીધામ ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. રોહિત ગંગદાસ ગઢવી સામે વિજય ધરમશી મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.