ગાંધીધામ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ૩ કેન્દ્રો માટે સંચાલકોની તદન હંગામી જગ્યા માટેની અરજીઓ મંગાવાઈ

કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાનાં કુલ ૦૩ કેન્દ્રો જેમાં ખારીરોહર કન્યા પ્રાથમિક શાળા-૪૦, માછીમાર વસાહત પં.પ્રાથમિક શાળા-૪૩, કીડાણા હા.સો કન્યા પં.પ્રા.શાળા-૬૧ ખાતે સંચાલકોની હંગામી કરારના ધોરણે નિમણૂક કરવાની થાય છે. અરજી સાથેના બિડાણોમાં જન્મનો આધારરહેઠાણનો આધારશૈક્ષણિક લાયકાતનો આધારઆધારકાર્ડની નકલ આ જગ્યા માટે એસ.એસ.સી.સુધી અભ્યાસ અથવા તેની સમકક્ષ લાયકાત (સંચાલક માટે), વય મર્યાદા-૨૦ વર્ષથી ઉપરના અરજી કરી શકશે. તા- ૦૧/૧૦/૨૦૨૬ સુધીમાં નિયત નમૂનામાં અરજી મામલતદાર કચેરી ગાંધીધામને મોકલી આપવી. નિયત અરજી ફોર્મ કચેરી ખાતે મળી શકશે તેવું મામલતદારગાંધીધામ-કચ્છ દ્વારા જણાવાયું છે.