ભુજપુર નર્મદા કેનાલમાં શ્રમિક યુવાન ડૂબ્યો

image

ભચાઉ તાલુકાના ભુજપર નજીક કેનાલમાં ડૂબી જતાં મૂળ ગોધરાના 35વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ ભુજપરમાં રતનઝિસંઘહ જાડેજાની વાડક્ષએ રહી મજુ રી કામ કરનાર યુવાનની લાશ સવારે મળી આવી હતી જેને લોકો જોઇ જતાં પોલીસને જાણ કરાઇ હતી દરમ્યાન લાશ બહાર કાઢવા ભચાઉ અગ્નિશમન દળને જાણ કરવામાં આવી હતી. અગ્નિશમનના સભ્યોએ લાશ બહાર કાઢી હતી. છેલ્લા છએક વર્ષથી આ યુવાનની પત્ની અન્યત્ર ચાલી ગઇ છે જ્યાં બાળકો તેના વતનમાં દાદી સાથે રહે છે. આ યુવાન કેનાલમાં કેવી રીતે ડૂબ્યો હતો તે જાણવા લાશને એફએસએલ અર્થે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી. આ બનાવની આગળની તપાસ દુધઈ પોલીસએ હાથ ધરી છે.