અંજારમાં આખલાની અડફેટે ઘાયલ વૃદ્ધનું મોત

7b2a71622f7b919851f60e0a8e7b6b84

અંજાર શહેરમાં રખડતા ઢોરનો ગંભીર પ્રશ્ન વર્ષોથી યથાવત્ હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે અસરકારક કામગીરી કરવામાં આવતી હોવાના દાવાઓ વચ્ચે વધુ આખલાની અડફેટે ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ બનાવથી સમગ્ર શહેરમાં શોકની લાગણી સાથે રખડતા ઢોરના આતંક સામે ભારે આક્રોશ ભભુકી આખલાએ હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે મળતી વિગતો  મુજબ અંજારના સચ્ચિદાનંદ મંદિર નજીક  બોરડી ફળિયા વિસ્તારમાં રહેતા ભરતભાઈ મહાશંકર પંડ્યાને ત્રણ દિવસ અગાઉ તેમના ઘર નજીક આખલાએ અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનામાં તેમને  પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.  સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમ્યાન તેમની હાલત ગંભીર રહી હતી. સારવારના પ્રયાસો વચ્ચે  આજે  તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવાર પર દુ: ખનો પહાડ તૂટી પડ્યો હતો. વૃદ્ધના મોતના સમાચારથી બોરડી ફળિયા સહિત અંજાર શહેરમાં શોકની લાગણી પ્રસરી છે. – રખડતા ઢોરના પ્રશ્ને તંત્ર ક્યારે જાગશે? : અંજાર શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન કોઈ નવો નથી. શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને બજારોમાં અવારનવાર રખડતા ઢોરના ટોળાં જોવા મળે છે. રસ્તા વચ્ચે બેઠેલા કે અચાનક દોડતા ઢોરને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ સતત રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં પણ રખડતા ઢોરની અડફેટે અનેક લોકોને ઈજાઓ પહોંચી છે તેમજ અનેક લોકો એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, આવા બનાવો બાદ થોડા સમય માટે કાર્યવાહી થતી હોવાના દાવાઓ કરવામાં આવે છે,  ત્યાર બાદ રખડતા ઢોરને પકડવા અને શહેરમાં ઢોર નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સંબંધિત સ્થાનિક તંત્રની છે. તેમ છતાં, વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં હવે એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે, જે અત્યંત ગંભીર બાબત છે.  – માત્ર ઢોર પકડવાની કાર્યવાહી નહીં, કાયમી ઉકેલની જરૂર : શહેરના નાગરિકોનો સવાલ છે કે રખડતા ઢોરના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ઘટનાના પગલે તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે કાયમી વ્યવસ્થા કેમ ઊભી કરવામાં આવતી નથી?  તેવો સવાલ જાગૃત નાગરીકો કરી  રહ્યા છે. ઢોર માલિકો સામે જવાબદારી નક્કી કરવી, રખડતા ઢોરને સુરક્ષિત રીતે પકડવાની વ્યવસ્થા કરવી તેમજ શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નિયમિત દેખરેખ રાખવી જરૂરી બની  બની ગઈ હોવાનું  શહેરના જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે. – હવે તંત્રની આંખ કયારે ખુલશે : એક વૃદ્ધનો જીવ ગયા બાદ પણ જો તંત્રની આંખ ન ખુલે તો ક્યારે ખુલશે? એવો સવાલ હવે અંજારના નાગરિકોમાં ઉઠી રહ્યો છે. ભરતભાઈ પંડ્યાના દુ?ખદ અવસાનની ઘટના માત્ર એક પરિવારની કરુણતા નથી, પરંતુ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સામેની લાંબા સમયથી ચાલતી બેદરકારી અંગે ગંભીર ચેતવણી સમાન છે. અંજાર નગરપાલિકા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરાય ,જોખમી વિસ્તારોની ઓળખ કરી  ઢોરને છુટા મુકતા માલિકો સામે કાર્યવાહી કરવા સહીતની અરસ કારક કામગીરી કરાય તેવી માંગ બુલંદ બની છે.