ઈન્સ્ટાગ્રામમાં લક્કી ડ્રોની લાલચ માં મહિલાએ 1.85 લાખ ગુમાવ્યા
લખપત તાલુકાના છેર મોટીમાં ઈન્સ્ટાગ્રામમાં વિવિધ ઈનામોની લાલચ આપી ઓનલાઈન ઠગબાજોએ અલગ-અલગ યુપીઆઈ આઈડી તથા વટ્સએપ મોબાઈલ નંબરથી કુલ રૂા. 1,85,500 સેરવી લીધા હોવાની ફરિયાદ દયાપર પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદમાં લાખાવાયેલી વિગતોમાં જણાવાયું હતું કે, ઈન્સ્ટાગ્રામમાં 199ના કુપન દ્વારા વિવિધ ઈનામોની જાહેરાત જોઈ આપેલી લિંક પર ક્લિક કરતાં વોટ્સેઅપ નંબર શેર થયા હતા, જેના પર નામ-સરનામું લખીને મૂકવાથી કુપન લઈ શકાય તેવું દર્શાવાયું હતું. ત્યારબાદ લક્કી ડ્રોની લિંક મૂકાશે તેમ જણાવાયું હતું, પણ લિંકના બદલે બીજા દિવસે બાઈક જીતી હોવાનો મેસેજ આવ્યો હતો અને ઈનામ જોઈએ તો જીએસટી ભરવું પડશે તેમ જણાવી ક્યુઆર મુક્યો હતો. આ રીતે બાઈક જોઈએ તો વિવિધ ચાર્જ પેટે નાણાં ભરવા જણાવાતાં ફરિયાદીએ ટુકડે-ટુકડે 1,85,000 સેરવી લેવાયા હતા. આ મામલે દયાપર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.