નખત્રાણા – પૈયા-છારી માર્ગ પર મોતનો પડછાયો! જાડીઓમાંથી ત્રાડ્યો ખુંખાર દીપડો, રાત આખી માલધારીઓની આંખોમાં ઊંઘ હરામ

નખત્રાણા – કચ્છની ધરતી પર ફરી એકવાર જંગલરાજનો ભય દેખાયો છે. નખત્રાણા તાલુકાના પૈયા અને છારીને જોડતા સૂમસામ માર્ગની વચ્ચે આવેલી ગાઢ જાડીઓમાં એક ખુંખાર દીપડો નજરે પડ્યો છે અને આ દ્રશ્ય જોયા પછી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ એજ માર્ગ છે, જ્યાં મોડી રાત સુધી માલધારી ભાઈઓ પોતાના ઢોર-ઢાંખર લઈને રોડ કિનારે ઉભા રહે છે. આ એજ રસ્તો છે જ્યાં કોઈનો ભાઈ, કોઈનો દીકરો રાત્રે ડ્રાઈવરને લેવા માટે એકલો બાઈક લઈને જાય છે. આજે એજ રસ્તા પર જો કાળ બનીને દીપડો બેઠો હોય તો માલધારી એકલો કેમ જાય?

સૌથી મોટો સવાલ તો એ છે કે, જે માલધારીની આખી જિંદગી, જેની રોજી-રોટી ફક્ત તેની ભેંસો પર ટકેલી છે. જે ભેંસને પોતાના સંતાનની જેમ ઉછેરે છે, જો એ બેરહમ દીપડો તેના ઢોર પર હુમલો કરી દે તો પછી એ ગરીબ માલધારીનો ધણી કોણ? તેના પરિવારનું શું થશે?

વન વિભાગના કહેવા મુજબ આ કોઈ સામાન્ય દીપડો નથી. આ બેરહમ દીપડો છે. એ કોઈના પર રહેમ નહીં કરે. એને જે શિકાર મળશે, એને એક જ ઝપાટામાં હડપ કરી લેશે. તેની આંખો અંધારામાં અંગારાની જેમ ચમકે છે.

ખાસ કરીને પૈયા-છારીની વચ્ચેની જે જાડીઓ છે, જ્યાં દિવસે પણ સૂરજના કિરણો માંડ પહોંચે છે, ત્યાં આ દીપડો સંતાયો હોવાનું કહેવાય છે.

તેથી તમામ માલધારી ભાઈઓ અને રાત્રે અવર-જવર કરતા લોકોને હાથ જોડીને વિનંતી છે કે એકલા અવર-જવર ન કરશો, સાવધાન રહો, બાળકો અને ઢોરને જાડીઓ તરફ ન લઈ જશો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરો.