ઉત્તર કોરિયા દ્વારા પાછલા વર્ષોમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોને કારણે એવા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જ્યાં હજારો વર્ષોથી સંપૂર્ણ શાંતિ હતી. રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાએ છેલ્લે વર્ષ 2017 માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે મંતાપની પર્વતમાળા આસપાસ વર્ષ 2008 થી 2025 ની વચ્ચે 1399 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2013 પહેલા અહીં ભાગ્યે જ કોઈ ભૂકંપ નોંધાયો હતો.