જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભુજ-કચ્છ તથા આઇ.ટી.આઇ. ભુજ સયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભુજ-કચ્છ તથા આઇ.ટી.આઇ. ભુજ સયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર
ભરતીમેળો તથા પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેલા (PMNAM)નું આયોજન કરેલ છે આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના
નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો તથા આઇ.ટી.આઇ. ભુજ દ્વારા
પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેલા (PMNAM)નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ધોરણ ૧૦ પાસ, ૧૨
પાસ, આઈ.ટી.આઈ. પાસ, ડીપ્લોમા/બી.ઈ., સ્નાતક તથા અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમેળા માં
ઉપસ્થિત સહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રનાં નામાંકિત
નોકરીદાતાઓ ઉપસ્થિત રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. આ ઉપરાંત વિવિધ
સ્વરોજગાર સંસ્થાઓ દ્વારા પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિર તેમજ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ
સ્કીમ અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિશે આઉટરીચ કાર્યક્રમ યોજાશે.