નાની ચીરઇ નજીક બે બાઇકના અકસ્માતમાં યુવાનનું મોત

નાની ચીરઈ નજીક મેલડી માતાના મંદિર તરફ વળવાના કટ પાસે સર્વિસ રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત થતાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મોત. સૂત્રો પરથી મળતી માહિતી આ અકસ્માતનો બનાવ તા.18/9ના રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી સિકંદર અને જાનમામદ હસન ભટી બંને નાની ચીરઈથી બાઇક લઈને ગાંધીધામ જઈ રહ્યો હતો ત્યારે મેલડી માતાના મંદિર તરફ વળવાના કટ પાસે સર્વિસ રોડ ઉપર બાઈક ચાલકે બાઈક ભટકાવતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે રામબાગ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે ભુજ રિફર કરવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસે આરોપી બાઈકચાલક સામે ગુનો નોંધીને તપાસ પાસે હાથ ધરી છે.