માધાપરમાં મહિલા પર દુષ્ટકાર્ય
ભુજ તાલુકાના માધાપર ગામે વ્યાજે રૂપિયા આપનાર આરોપીએ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો પરથી મળતી માહિતી માધાપર પોલિસમાં ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે આરોપી એ મહિને 20 ટકા ઉંચા વ્યાજે 20 હજાર રૂપિયા આપ્યા હતા. ફરિયાદી પાસેથી ત્રણ મહિનાના વ્યાજના 12 હજાર રૂપિયા લઈ લીધા હતા. જે બાદ ફરિયાદી પાસે રૂપિયાની સગવડ ન હોઈ આરોપીએ એટ્રોસિટી અને ચેક બાઉન્સના ખોટા કેસ કરવાની ધમકી આપી બેથી ત્રણ વખત શારીરિક સંબંધ બાંધી ગુનો આચર્યો હતો.