મુંદરામાં ત્રણ દરોડા : માદક પદાર્થ જપ્ત

કચ્છના યુવાનો નશાની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી શરાબ અને માદક પદાર્થનો જથ્થો જપ્ત થવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. મુંદરા વિસ્તારમાંથી પોલીસે 10 કિલો ગાંજો અને બે બનાવમાં હેરોઈન સાથે બે શખ્સને દબોચી લીધા છે. આ ત્રણ દરોડા અંગે મુંદરા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ ઝીરો પોઈન્ટ બાજુ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ફોર-વે હોટલના ગેટ પાસે ગાંજા જેવો માદક પદાર્થ લઈ વેચાણ અર્થે આવવાનો છે. આથી પોલીસે જરૂરી કાર્યવાહી સાથે દરોડો પાડી ત્યાંથી ઝડપી તેની તલાશી લેતાં તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 10.030 ગ્રામ કિં. રૂા. 5,01,500, એક મોબાઈલ કિં. રૂા. 10,000 તથા રોકડા રૂા. 250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતાં આ જથ્થો લાવ્યાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં મુંદરાના પીઆઈ એમ. આર. શકોરિયા તથા પ્રાગપરના પીઆઈ એ. કે. ભરવાડ તથા સર્વેલેન્સ સ્ટાફ જોડાયો હતો. દરમ્યાન ગઈકાલે રાતે મુંદરા પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂપોર્ટ રોડ ઉપર આવેલી ટીજીઆર હોટેલની સામે આવેલી અમૃતસર હોટેલનાં પાર્કિંગમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થ પોતાની પાસે રાખી વેચાણ કરી રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડી તેને ઝડપી લઈ તલાશી લેતાં પેન્ટના ખિસ્સામાંથી 03.83 ગ્રામ હેરોઈન કિં. રૂા. 76,600, એક મોબાઈલ કિં. રૂા. 10,000 અને રોકડા રૂા. 6200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ શ્રી શકોરિયાનાં માર્ગદર્શન હેઠળ ઝરપરા બિટના પીએસઆઈ એન. બી. ગોસ્વામી અને કર્મચારીઓ જોડાયા હતા. આ જ રીતે મુંદરા પોલીસ ગણેશ વિસર્જન સંબંધે રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, ફર્ન હોટેલની સામે આવેલી શંકરવાડીમાં રહેતો હિન્દી ભાષી કુંદનકુમાર મોડી રાતે ડ્રગ્સનું વેચાણ કરે છે. આથી પોલીસે ત્યાં જઈ દરોડો પાડી ને માદક પદાર્થ હેરોઈન 03.03 ગ્રામ કિં. રૂા. 60,600 તથા એક મોબાઈલ કિં.રૂા. 30,000, રોકડા રૂા. 10,900ના માલ-સમાન સાથે ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીઆઈ શ્રી શકોરિયા તથા પી. કે. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.