પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી વિશેષ ટ્રેનોના સંચાલન સમયગાળામાં વિસ્તરણ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તેમજ આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને સમાવી લેવા માટે અમદાવાદ મંડળમાંથી દોડતી/પસાર થતી ચાર જોડી વિશેષ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોના વધારાના ફેરાની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલના વધારાના ફેરા 1 ઓક્ટોબરથી 28 નવેમ્બર, 2026 સુધી દર ગુરુવાર અને શનિવારે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09038 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના વધારાના ફેરા 2 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2026 સુધી દર શુક્રવાર અને રવિવારે ચાલશે.
  • ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલના વધારાના ફેરા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2026 સુધી દર રવિવારે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના વધારાના ફેરા 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2026 સુધી દર સોમવારે ચાલશે.
  • ટ્રેન નંબર 09011 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલના વધારાના ફેરા 6 ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2026 સુધી દર મંગળવારે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09012 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના વધારાના ફેરા 7 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી દર બુધવારે ચાલશે.
  • ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલના વધારાના ફેરા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2026 સુધી દર રવિવારે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09018 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના વધારાના ફેરા 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2026 સુધી દર સોમવારે ચાલશે.

ટ્રેન નંબર 09037, 09038, 09009, 09010, 09011, 09012, 09017 અને 09018ના વિસ્તૃત ફેરાની બુકિંગ 23.09.2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ તથા રેક સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકે છે.