રામપણ-તુણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અંજાર તાલુકાના રામપર-તુણા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘અંત્યૌદય’ના સંકલ્પને સાકાર કરવા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી મળે એ માટે ‘સેવા સેતુ’ ખરેખર જનસેવા અને જનકલ્યાણ વચ્ચેનો મજબૂત સેતુ બનશે.