ખડગેએ કહ્યું- SIR લોકશાહી ખતમ કરવાનું હથિયાર: હવે રાક્ષસ બની ગયું છે

image

સર’ પ્રક્રિયા હેઠળ ભાજપ નેતાઓને ચૂંટણીપંચ તરફથી નોટિસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ `મોદીરાજ’ પર પ્રહાર કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, `સર’ માત્ર મતચોરી કે લોકતંત્રને ખતમ કરવાનો ઓજાર નથી, પરંતુ એક રાક્ષસ બની ગયું છે, જેણે હવે તેના જ લોકોને ફસાવ્યા છે.  હકીકતમાં દિલ્હીમાં `સર’ હેઠળ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, વિદેશમંત્રી જયશંકરને પણ નોટિસ અપાઈ હતી. ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર 33.13 લાખ મતદારોને ફોર્મમાં અપાયેલી જાણકારીમાં ગરબડનાં કારણે નોટિસ અપાઈ છે. ખડગેએ સત્તારૂઢ ભાજપના જ નેતાઓને જણાવ્યું હતું કે, `સર’ હવે તેના નિર્માતા લોકોને જ ફસાવે છે. પીઢ નેતા અડવાણી, તેમનાં પુત્રી પ્રતિભા અને પત્ની ગીતિકાને પણ મતદારયાદીમાં નામ નહીં હોવાનાં કારણે ચૂંટણીપંચે નોટિસ આપી હતી.