એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ માંડવી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મળેલ કે, માંડવી વીન્ડ ફાર્મ (માંડવી બીચ) ખાતે દરીયાના પાણીમાં ચાલતી ફાયબરની બોડી વાળી સ્પીડ બોટ જે બહારથી આવતા પ્રવાસીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાય છે. જે દરીયાના પાણીમાં પ્રવાસીઓને લઇ જઇ મનોરંજન પુરૂ પાડે છે. આ ફાયબરની સ્પીડ બોટ વરગ પરવાને ચલાવે છે. જે અંગે સ્પીડ બોટોનો પરવાનો (લાયસન્સ) ચેક કરતા *સલીમ સ/ઓ હાજીઉમર અગરીયા, ઉ.વ.૪૩, રહે.તબેલા ફળીયુ, બંદર રોડ, માંડવી* વાળા પાસે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો (લાયસન્સ) ન હોતા સંચાલક તથા તેની ફાયબર સ્પીડ બોટ છ સીટવાળી માંડવી પો.સ્ટે. લાવી *સંચાલક વિરૂધ્ધ કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહી લઇ અને પ્રવાસીઓના જીવનને જોખમ ઉભુ થાય તેવી રીતે દરીયાના પાણીમાં પોતાની સ્પીડ બોટને લઇ જઇ ગફલત કરેલ હોય જેથી સ્પીડ બોટ માંડવી પોલીસ સ્ટેશન ખાતે લાવી સ્પીડ બોટના સંચાલક વિરૂધ્ધ માંડવી પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.*