અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત.

મે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ સુચના મુજબ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલ યાદી મુજબના અસમાજિક પ્રવૃતિ કરતાં ઈસમોની ગેરકાયદેસર મિલકતની સ્થાનિકે ખરાઈ કરવા સુચના થઈ આવતા તેમજ લેન્ડ ગ્રેબીંગ એકટ તળે મે.નાયબ કલેકટર સાહેબશ્રી,અજાર દ્વારા કલમ – ૬૧ તળે કાર્યવાહી થવા સુચના થઈ આવતાં શ્રી દાઉદ ભચુ કકલની મિલક્ત બાબતે ખરાઈ કરતાં સરકારી જમીનમાં દબાણ કરેલ હોવાનું માલુમ પડતાં મામલતદારશ્રી,અંજાર તરફથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ તળે નોટીસ આપી બાણદારને જમીન માલિકીના આધારો/પુરાવા રજુ કરવા પુરતી મુદત આપવામાં આવી. આ કામે દબાણદાર ધ્વારા માલિકીના આધારો રજુ ન કરતાં દબાણદારને તેમના ધ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દિન-૨ માં ખુલ્લુ કરવા તેમજ કુલ રૂ।. ૩,૩૪,૯૩૪/- સરકારશ્રીમાં ભરપાઈ કરવા દંડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. પરંતુ દબાણદાર ધ્વારા સદર દબાણ ખુલ્લુ કરવામાં આવેલ ન હોઈ મામલતદારશ્રી, અંજાર ધ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ-૨૦૨ તળેની નોટીસ આપવામાં આવેલ. તેમ છતાં દબાણદાર ધ્વારા દબાણ ખુલ્લુ કરેલ ન હોઈ આજ રોજ તા.૦૬/૦૬/૨૦૨૬ના રોજ મે.કલેકટરશ્રી,કચ્છ-ભુજ અનીલકુમાર રાણાવસીયા સાહેબ તથા મે. નાયબ કલેકટરશ્રી,અંજાર શ્રી એસ.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ મામલતદાર, અંજાર શ્રીમતી બી.વી ચાવડા, સર્કલ ઓફિસર, અંજાર તથા નાયબ મામલતદાર, દબાણ ધ્વારા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અંજાર તાલુકામાં આવેલ સિનુગ્રા સીમની સરકારી જમીન પર થયેલ આશરે ૧૨૫ ચો.મીમાં રહેણાંક તથા ૫૦૫૯ ચો.મીમાં વાણિજ્યનું ગેરકાયદેસર દબાણ અંદાજીત ૫૧૮૪ ચો.મી જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ. જેની બજાર કિંમત અંદાજીત કિંમત(જંત્રી મ જબ)રૂ.૧૬,૭૭,૪૮૪/-(શબ્દોમાં અંકે સોળ લાખ સિતોતેર હજાર ચારસો ચોર્યાશી પરા) થાય છે.