`સર’ મુદ્દે ચૂંટણીપંચમાં મતભેદોના હેવાલથી હોબાળો

એસઆઈઆર મુદ્દે ચૂંટણીપંચમાં મોટા પાયે મતભેદોના મીડિયા હેવાલોએ સનસનાટી મચાવી દીધી છે અને રાજકીય ઘમસાણ મચ્યું છે. સૂત્રો પરથી મળતી માહિતી મોટાભાગના વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર ની હકાલપટ્ટીની માંગ કરી છે. ચૂંટણીપંચે બચાવ કર્યા છે કે મતભેદો એ ચર્ચાનો ભાગ છે અને નિર્ણય સર્વસંમતિથી લેવાયા છે. દેશનાં લોકતંત્રનાં સૌથી મોટા પર્વ ચૂંટણીના નિયામક અને પહેરેદાર ચૂંટણી પંચ પાસેથી સામાન્ય રીતે તટસ્થતા અને એક સૂર-તાલમાં નિર્ણય અને અભિપ્રાયની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે ત્રણ સદસ્યની બનેલી આ બંધારણીય સંસ્થા-વ્યવસ્થામાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા નથી. જૂન 2025થી દેશમાં બિહારથી શરૂ થયેલી મતદાર યાદીની વિશિષ્ટ ગહન સુધારણા કવાયતમાં 30 રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોમાં મુસદ્દા મતદાર યાદીમાંથી 13 કરોડ નામો કમી કરવામાં આવ્યા છે. આનાં માટે જારી થયેલા આદેશો અને નિર્ણયોમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી કમિશનર માંથી એ 10 માસમાં 14 વખત સત્તાવાર રીતે પોતાના વાંધા નોંધાવ્યા હતા.અંગ્રેજી અખબાર `ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના આ ચોંકાવનારા ખુલાસાએ વિવાદાસ્પદ બનેલી આ સમગ્ર પ્રક્રિયા મુદ્દે ફરી એકવાર રાજકીય ઘમસાણ મચાવી દીધું છે. વિપક્ષો દ્વારા ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ અને સીઇસી પદેથી ને હટાવવાની માગણી માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જેને પગલે ચૂંટણીપંચ દ્વારા પણ ખુલાસા આપવામાં આવ્યા છે અને પંચે કહ્યું છે કે , ભિન્ન અભિપ્રાયો એ ચર્ચાનો ભાગ છે અને તમામ નિર્ણય સર્વસંમતિથી લેવાયા છે. તો ભાજપે પણ કોંગ્રેસ સહિતનાં વિપક્ષો સામે ચૂંટણીપંચ ઉપર બેબુનિયાદ આક્ષેપો કરવાનો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આ તો શુદ્ધ લોકશાહીનો ભાગ છે. એસઆઇઆરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણીપંચની ભીતર જ એકથી વધુ વખત સવાલો ઊઠયા હતા. આ સવાલ બે ચૂંટણી કમિશનર તરફથી ઉઠાવાયા હતા. સરની પ્રક્રિયા ત્રણેય ચૂંટણી કમિશનરની દેખરેખમાં જ થઈ હતી પણ છેલ્લા 10 માસમાં 14 વાર અધિકૃત રીતે બન્ને દ્વારા અનેક નિર્ણયો અને આદેશો સામે વાંધો નોંધાવવામાં આવેલો. આ વાંધા ચૂંટણીપંચનાં મુખ્ય કાર્ય સંબંધિત હતાં. જેમાં નવા મતદારની નોંધણી, મતદાર યાદીમાંથી નામ હટાવવા અને ફરીથી જોડવા, સરની પ્રક્રિયામાં મતદારનું નામ પૂર્વવત્ કરવના આદેશો સામે અપીલ અને આખી મતદાર યાદીની સુરક્ષા સંબંધિત હતા. આ તમામ વાંધાની નકલો સીઇસી જ્ઞાનેશ કુમારને પણ મોકલવામાં આવી હતી. આવી જ એક લેખિત આપત્તિમાં ચૂંટણી કમિશનર એ ફરિયાદ કરી હતી કે, પંચે બે કમિશનરની લેખિત સલાહની વિરુદ્ધ કામ કર્યું અને દાવો કર્યો હતો કે, આ પગલું અનધિકૃત અને ગેરકાનૂની હતું. આ ઉપરાંત જોશી અને સંધુએ કેબિનેટ સચિવને અલગ-અલગ પત્ર લખીને કામનાં વિભાજનમાં કરવામાં આવેલા બદલાવોની ફરિયાદ પણ કરી હતી. આ બદલાવોથી મતદાર યાદી માટે આઇટી સિસ્ટમનાં નિરીક્ષણનું એક સ્તર જ ખતમ થઈ ગયું હતું. બન્નેએ સ્પષ્ટ કહ્યું હતું કે, આ બદલાવ તેમની જાણકારી બહાર થયા હતા અને તેમણે આને રદ કર્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા પછી પંચે સ્પષ્ટતામાં કહ્યું હતું કે, બન્ને કમિશનરે મતદાર યાદીને ઠીક કરવાની કામગીરી દરમિયાન અલગ-અલગ રાજ્યોમાં મતદારના માહિતી સંગ્રહ સંબંધિત મુદ્દે ચિંતા દર્શાવવામાં આવી હતી. જો કે ચૂંટણીપંચના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું નથી. ઈતિહાસમાં અનેકવાર પંચના સદસ્યોના અભિપ્રાયમાં મતભેદ રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે પંચ અને સરકાર ઉપર તીવ્ર પ્રહાર કરતાં કહ્યું હતું કે, મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવતા ભાજપ, સંઘ અને ચૂંટણીપંચે રાજદ્રોહ આચર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા એ કહ્યું હતું કે, આને દેશની વ્યવસ્થાનું અપહરણ અને બુલડોઝર ફેરવીને હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. ની શિવસેનાએ અદૃશ્ય હાથથી ચૂંટણીપંચમાં ઘાલમેલ થયાનો આરોપ મૂક્યો હતો. તો સીપીઆઇ-એમ દ્વારા પણ પંચની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આપનાં સંયોજક અરવિંદ કેજરીવાલે ની ધરપકડની માગણી કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનજીએ ધરપકડની માંગ કરી છે. મમતા સહિતના વિપક્ષી સભ્યોએ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં ફેરચૂંટણીની માંગ કરી છે. આ વિપક્ષી ધોંસ સામે ભાજપ તરફથી સંબિત પાત્રએ પ્રતિક્રિયા આપતા જવાબી આક્રમણ કર્યું હતું અને કહ્યું હતું કે, 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારેથી દેશની જનતા વિપક્ષને નકારી રહી છે જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી દળો જનતાનું હૃદય જીતવામાં વિફળ રહ્યાં ત્યારે તેમણે બંધારણીય સંસ્થાઓ ઉપર સુનિયોજિત હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવીને વિપક્ષ વોટ ચોરીનો ભ્રામક પ્રચાર કરી રહ્યાં છે. – તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા : ચૂંટણીપંચ : નવી દિલ્હી, તા. 23 : સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માં ગેરરીતિઓને લઈને ચૂંટણી પંચ સામે સવાલો ઉઠયા બાદ ચૂંટણી કમિશનરોના નિર્ણયોમાં મતભેદને લઈને એક અહેવાલમાં થયેલા ઘટસ્ફોટ પછી આ મામલે આઠ મુદ્દાની સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. ચૂંટણી પંચે 8 મુદ્દામાં સાર સાથે જોડાયેલી વિવિધ બાબતો અંગે સ્પષ્ટતા કરી છે. સાથે જ પંચ કેવી રીતે કામ કરે છે તેની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમામ નિર્ણયો છેલ્લા એક વર્ષ દરમિયાન સમગ્ર કમિશન દ્વારા સર્વસંમતિથી લેવામાં આવેલા નિર્ણયોના પરિણામ છે. સ્પષ્ટતામાં કહેવાયું છે કે, ચૂંટણીપંચ એક બંધારણીય સંસ્થા છે. કમિશન બહુ-સભ્ય બંધારણીય સંસ્થા તરીકે કાર્ય કરે છે. લેખિત નોંધો, અવલોકનો, ટેકનિકલ સૂચનો અને આંતરિક ચેક-એન્ડ-બેલેન્સની પ્રક્રિયા સતત ચાલતી પ્રમાણભૂત પદ્ધતિઓ છે. આ પ્રક્રિયાઓ સંપૂર્ણ પારદર્શિતા, કાયદાનું પાલન અને કામગીરીમાં કડકાઈ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. પંચના તમામ કાર્યો કમિશનના કાયદા અને નિર્દેશો અનુસાર કરવામાં આવ્યા છે.