અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ ઉત્થાન અંતર્ગત અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 1,400 વિધાર્થીઓને વિશેષ બુક્સ આપી શિક્ષણને બનાવ્યું વધુ આનંદદાયક

અંજાર કચ્છ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ : અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ ક્ષેત્રેના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉત્થાન અંતર્ગત અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ પ્રાથમિક શિક્ષણને મજબૂત કરીને બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવનની વિવિધ કુશળતાઓ પણ શીખવડાવે છે. જે તેમને આત્મવિશ્વાસુ અને સફળ બનાવે છે.
ઉત્થાન પ્રોજેક્ટ અંજાર તાલુકાની પાંચ પ્રાથમિક શાળાઓમાં ચાલી રહ્યું છે. તુણા ગ્રુપ પ્રાથમિક શાળા, તુણા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા, વંઢી પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળા અને વીરા પ્રાથમિક શાળા. આ શાળાઓમાં એક ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે. જે બાળકોને વાંચન, લેખન અને ગણન જેવા મૂળભૂત વિષયોમાં મદદ કરે છે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવામાં આવે છે.
બાળકોના શિક્ષણને વધુ આનંદદાયક અને અસરકારક બનાવવા માટે અદાણી ફાઉન્ડેશને બાલવાટિકાથી ધોરણ 3 સુધીના બધાં જ નાના બાળકો માટે ફોર લાઈન બુક તથા ધોરણ ૪ થી ૮ના વિદ્યાર્થીઓ માટે વન લાઈન બુક આપવામાં આવી છે. આ પહેલ હેઠળ કુલ ૧,૪૦૦ વિદ્યાર્થીઓને આ વિશેષ બુક્સ આપવામાં આવી છે. જે શીખવાની પ્રક્રિયાને વધુ આકર્ષક અને અસરકારક બનાવે છે.
આ તમામ પહેલથી પ્રાથમિક શાળાના બાળકોને માત્ર સુવિધાઓ જ નહીં, પરંતુ શિક્ષણ સાથે આનંદ અને વિકાસની તક પણ મળી રહી છે.
અદાણી ફાઉન્ડેશનના આવા પ્રોજેકટ્સ ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપીને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. આ પહેલ દ્વારા હજારો બાળકોના જીવનમાં સકારાત્મક ફેરફાર આવી રહ્યો છે.
અદાણી ફાઉન્ડેશન ૨૦૧૮ થી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સાથે MOU હેઠળ કાર્યરત છે. આ ભાગીદારી દ્વારા મુન્દ્રા અને માંડવીની ૧૯ પ્રાથમિક શાળાઓ અને ૧૨ હાઇસ્કૂલોમાં શૈક્ષણિક સુધારણા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ થઈ રહ્યું છે. દર વર્ષે શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉત્થાન પ્રોજેક્ટ સહયોગી દાતા તરીકે અમૂલ્ય યોગદાન આપે છે.
આમ અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ ઉત્થાનના આવા શ્રેષ્ઠ કાર્ય થકી કચ્છ જિલ્લાના ઉલ્લેખનીય તાલુકામાં શિક્ષણ સ્તરમાં સુધારો નોંધાયો છે. ઉત્થાન પ્રોજેકટના કાર્યની વિશેષ નોંધ પણ લેવાઈ છે. બાળકોના શિક્ષણ સ્તરમાં પણ વધારો થયો છે.