“સેવા મારું યોગદાન” અંતર્ગત First Responder Training Program

વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ચાલતા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા સંકલન કરી કચ્છ જિલ્લાના કુલ ૬૩ જેટલા PHC/CHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) દ્વારા જિલ્લાની વિવિધ શાળા/કોલેજો ખાતે તા.૨૪/૦૯/૨૦૨૬ ના રોજ First Responder Training Program નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા/કોલેજોના અંદાજિત ૧૦૫૪૯ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અકસ્માત કે અન્ય ઈમરજન્સી સમયે પ્રાથમિક મદદ સુરક્ષા કેવી રીતે આપવી તે માટે First Aid & Breathing, Bleeding Control, Fracture/Injury management, માર્ગ અકસ્માતમાં ઘાયલને સુરક્ષિત રીતે મદદ, First Aid કીટનો ઉપયોગ, Emergency Communication (૧૦૮) વગેરે બાબતે નિષ્ણાત તબીબો દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત આરટીઓ, ભુજના મોટર વાહન નિરીક્ષક શ્રી એચ.યુ.પ્રજાપતિ અને શ્રી આર.જે.ઘોડાસરા માધાપર CHC ખાતે હાજર રહેલ અને માર્ગ સલામતી જાગૃતિ અંગે પણ વિશેષ સમજણ આપવામાં આવી હતી.