સતાપર નજીક આધેડ ઉપર ધોકાથી હુમલા અંગે ફરિયાદ
અંજારના સતાપર નજીક દીવાલ પડવા મુદ્દે આધેડ પર ધોકા વડે હુમલો કરાતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.સૂત્રો પરથી મળતી માહિતી બનાવમાં બે આરોપી સામે ગુનો નોંધાયો હતો. સતાપર રોડ ગોકુલધામ સોસાયટીમાં રહેતા ફરિયાદી ને ફોન કરી રતન રેસિડેન્સી પાસે બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં જતાં ઉશ્કેરાઈ ગયા હતા. દુકાન કોને બનાવવા આપી, કોને પૂછીને સોસાયટીની દીવાલ તોડી તેમ કહી ફરિયાદી અને તેમના દીકરા, ભાણેજને માર માર્યો હતો. બાદમાં ફરિયાદી આધેડની દુકાને હતા ત્યારે ત્યાં આવી ધોકા વડે તેમના ઉપર હુમલો કર્યો હતો. ઘવાયેલા આધેડને સારવાર અર્થે ખસેડાતાં તેમને હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ વરસામેડી શાંતિધામમાં સોશિયલ મીડિયામાં ફોટા રાખવા મુદ્દે કહેવા જતાં યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો.વધુ એક બનાવ વરસામેડી શાંતિધામમાં બન્યો હતો. ફરિયાદી ના પતિ કામેથી ઘરે આવી મોબાઈલ જોતાં તેના મોટાભાઈ સંજયે ફરિયાદીની દીકરીનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં રાખ્યો હતો, જે અંગે કહેવા જતાં આ ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી ભોંકી દેતાં તેના ફેફસાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.