કચ્છવાસીઓ માટે ખુશખબર! દિવાળી પહેલા મોટી ભેટ – ભુજથી બિહાર સુધી સીધી ટ્રેન શરૂ!

ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી: હવે કચ્છથી યુપી-બિહાર જવું થયું આસાન

કચ્છના લોકો માટે રેલવે વિભાગે મોટી ભેટ આપી છે. લાંબા સમયથી જેની માંગ હતી એ ભુજથી બરૌની (બિહાર) સુધીની સીધી ટ્રેન આખરે શરૂ થઈ રહી છે.

ભારતીય રેલવેએ આજે તા. 25-09-2026 ના રોજ ટ્રેન નંબર 19427/19428 ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ને મંજૂરી આપી દીધી છે. આ ટ્રેન 2532 કિલોમીટરનું અંતર કાપશે.

ટ્રેનનો સમય અને દિવસ – નોંધી લો:

👉 ભુજથી બરૌની (ટ્રેન નં. 19427)

  • સમય: સાંજે 5:30 વાગ્યે ભુજથી ઉપડશે
  • દિવસ: સોમવાર, બુધવાર અને શનિવાર
  • બરૌની પહોંચ: બીજા દિવસે પરોઢિયે 4:05 વાગ્યે

👉 બરૌનીથી ભુજ (ટ્રેન નં. 19428)

  • સમય: રાત્રે 11:55 વાગ્યે બરૌનીથી ઉપડશે
  • દિવસ: મંગળવાર, ગુરુવાર અને શનિવાર
  • ભુજ પહોંચ: બીજા દિવસે બપોરે 1:15 વાગ્યે

ક્યાં ક્યાં રોકાશે? કચ્છના લોકોને શું ફાયદો?

આ ટ્રેન કચ્છને સીધું 4 રાજ્યો સાથે જોડશે – ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર.

મુખ્ય સ્ટોપ: સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, ભરતપુર, મથુરા, બરેલી, ગોંડા, ગોરખપુર, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર.

એટલે હવે કચ્છથી મથુરા-વૃંદાવન જવું હોય, ગોરખપુર જવું હોય કે બિહાર જવું હોય તો બીજી ટ્રેન બદલવી નહીં પડે. સીધી ટ્રેનમાં બેસીને પહોંચી જવાશે.

ખાસ કરીને કચ્છમાં કામ કરતા યુપી-બિહારના ભાઈઓ અને કચ્છથી બહાર કામ-ધંધા માટે જતા લોકો માટે આ ટ્રેન આશીર્વાદ સમાન છે.

ટિકિટ બુકિંગ થોડા જ દિવસોમાં શરૂ થશે. આ મેસેજને વધુમાં વધુ શેર કરો જેથી દરેક કચ્છવાસી સુધી આ ખુશખબર પહોંચે.