ભુજમાં અગોચર કારણે પરિણીતાએ જીવન ટુંકાવ્યું
ભુજ, શહેરના સંજોગનરમાં રહેતા પરિણીતાએ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.