ભચાઉમાં રિવર્સમાં આવતી કારની હડફેટે મહિલાનું મોત

ભચાઉના માનસરોવર વિસ્તારમાં રિવર્સ આવતી કારે ને હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું. ભચાઉના માનસરોવર વિસ્તારમાં ગત તા. 22-9ના રાત્રે 9:30ના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં ભાડાના મકાનમાં એકલા રહેતા પોતાની કાર લઇને દવા આપવા આવ્યા હતા. દરમ્યાન ની કાર પાછળ આધેડ મહિલા ઊભા હતા, તેવામાં કારચાલકે બેદરકારીથી કાર પાછળ કરતાં મહિલા હડફેટે ચડયા હતા, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કારચાલક સામે મહિલાની દીકરી ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ગાંધીધામમાં ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. વધુ એક બનાવ ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનાર પોતાના ઘરે હતા. દરમ્યાન વોશરૂમમાં જઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.