હાજીપીર ફાટક પર કાળ નો કહેર! ટ્રેલરે છોટાહાથી ને મોત ના મુખ માં ધકેલ્યો, રોડ થી નીચે પટકાયેલી ગાડી જોઈ આખું નખત્રાણા ધ્રુસકે ધ્રુસકે રડ્યું!
નખત્રાણા તાલુકા ના હાજીપીર ફાટક પાસે આજે એક એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે જોઈ ને દરેક ના હૃદય કંપી ઉઠ્યા.
મળતી માહિતી મુજબ, હાજીપીર ફાટક પાસે એક પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે એક નાનકડા છોટાહાથી ને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે નાનકડો છોટાહાથી રોડ પરથી ગબડી ને સીધો નીચે ખાડા માં પટકાયો હતો.
અકસ્માત ને પગલે હાજીપીર રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકો ના ટોળા એકઠા થઈ ગયા હતા. ખાડા માં પડેલી ગાડી માં ડ્રાઈવર જીવ માટે તડપી રહ્યો હતો, તેનું એ દર્દનાક દ્રશ્ય જોઈ ને ઉભેલા લોકો ની આંખો માંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા.
સ્થાનિકો એ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ અકસ્માતે ફરી એક વાર હાજીપીર ફાટક ની બેદરકારી અને ઓવર સ્પીડ નો સવાલ ઉભો કર્યો છે.