કચ્છ માં એરટેલ નો નેટવર્ક ખોરવાયો, હજારો ગ્રાહકો હેરાન પરેશાન – વાઇફાઇ થી લઈ ને આખી સિસ્ટમ ઠપ્પ!

કચ્છ જિલ્લા માં આજે એરટેલ ના નેટવર્ક એ જબરો દગો દીધો છે. સવાર થી જ એરટેલ નું મોબાઈલ નેટવર્ક, વાઇફાઇ અને બ્રોડબેન્ડ સેવા સાવ બંધ થઈ જતા લોકો ના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે.

મળતી માહિતી પ્રમાણે આજે બપોર થી કચ્છ ના અનેક વિસ્તારો માં એરટેલ નું નેટવર્ક એકદમ ગાયબ થઈ ગયું હતું. ઈન્ટરનેટ ન ચાલવા ના કારણે દુકાનો માં ઓનલાઈન પેમેન્ટ, ઓફિસો નું કામ, વિદ્યાર્થીઓ નો અભ્યાસ અને ઘર ના વાઇફાઇ બધું જ બંધ થઈ ગયું હતું.

નેટવર્ક ન આવતા કંટાળેલા ગ્રાહકો સીધા એરટેલ ની મુખ્ય ઓફિસ પર પહોંચી ગયા હતા. તમે વિડીયો માં જોઈ શકો છો કે કેવી રીતે લોકો ઓફિસ ની અંદર ઘૂસી ને જવાબ માંગી રહ્યા છે. ઓફિસ માં સ્ટાફ પણ લાચાર જોવા મળ્યો હતો. લોકો એ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “બિલ લેવા માં તો તમે પહેલા હોવ છો, સેવા ના નામે ઝીરો છો.”

હજુ સુધી એરટેલ કંપની તરફ થી સત્તાવાર રીતે કોઈ મોટું નિવેદન આવ્યું નથી કે નેટવર્ક ક્યારે રીસ્ટોર થશે.

એરટેલ ના ગ્રાહકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સેવા ચાલુ કરવામાં આવે.