રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં આદિપુર તોલાણી કોલેજ ખાતે નેશનલ સેમિનાર યોજાયો

તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આદિપુરના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ સંબોધન કરતાં વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ આગળ વધે તે માટે પ્રેરણા આપી હતી. તેમણે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા અભ્યાસ અને ધ્યેયથી વિચલિત કરવામાં આવતા પડકારો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ શિક્ષણનું મહત્વ સમજે, સતત પ્રગતિ કરે અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
કોલેજના એડમિનિસ્ટ્રેટર શ્રી રાજેન્દ્ર આસવાણીએ માઇક્રોબાયોલોજી તથા વિજ્ઞાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારના આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સેમિનારમાં ચર્ચા થનારા વિષયોને વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દી વિકાસ સાથે જોડે તેવી હાકલ કરી હતી.
IQAC હેડ શ્રી સોરઠિયાએ સમગ્ર સેમિનારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને સેમિનારના શૈક્ષણિક હેતુઓનો મહત્તમ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ જ્ઞાન, સંશોધન અને વિદ્યાર્થીઓના કારકિર્દી વિકાસની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી રહ્યો હતો. કોલેજના આચાર્યશ્રી ડો. સુશીલ ધર્માણીએ ઉપસ્થિત મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું