ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ટીમ ને જાણ થતા એક ગૌવંશ જડોદર કોટડા ગામે સોન દ્વારા ગંભીર ઇજાઓ

આજરોજ ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ટીમ ને જાણ થતા એક ગૌવંશ જડોદર કોટડા ગામે સોન દ્વારા ગંભીર ઇજાઓ પહોંચાડતા જેની જાણ જડોદર ગામના સેવાભાવી મહેશપુરી ગોસ્વામી ને થતા તેઓએ નખત્રાણા ગૌ વન્સમ ગ્રુપના જશવંતગીરી ગોસ્વામી નો કોન્ટેક્ટ કરી સારવાર માટે નખત્રાણા પશુ દવાખાને ખાતે લઈ આવ્યા હતા જેની સારવાર ડોક્ટર દીપ્તેશ આગજા સાહેબ તેમજ દીક્ષિતભાઈ પટેલ તેમજ પશુ દવાખાના ના સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ ગૌવંશ નખત્રાણા ગૌશાળા ખાતે મોકલવામાં આવેલ તેમજ વથાણ ચોક માં અન્ય એક નંદી ને કોઈ અજાણ્યા શખ્સોએ આંખના ભાગે ઘા મારેલ હોવાથી જે ઘાયલ થયેલ તેની જાણ સેવાભાવી જયંતિ મહારાજ દ્વારા ગૌ વંશ ગ્રુપને કરતા તેને પકડીને યોગ્ય સારવાર ડોક્ટર દીક્ષિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આ સેવામાં
જશવંતગીરી આર ગોસ્વામી મહેશપુરી ગોસ્વામી ઉદયસિંહ સોઢા જયંતિ મહારાજ તેમજ ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ની ટીમ તેમજ ગૌ પ્રેમીઓ ગૌ સેવકો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા
તેવું જે.આર ગોસ્વામી ની યાદી માં જણાવ્યું હતું