“લોડાઈ પ્રાથમિક શાળાના ઉદઘાટનમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યોને કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું ”
ભુજ તાલુકાના લોડાઈ ગામે રાજ્યમંત્રી ત્રિકમભાઈ આહીર દ્વારા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આ કાર્યક્રમનું આયોજન જીલ્લા પંચાયતના શિક્ષણ શાખા દ્વારા કરવામાં આવેલ હતું જેમાં શિક્ષણ અધિકારી અને જીલ્લા પંચાયત પ્રમુખ હાજર હતા અને રાજ્યમંત્રી પોતાની રીલ્સ બનાવવા માટે મોટા મોટા ભાષણના બણગા કૂકી પોતાની પીઠ થાબડવા લાગેલા હતા અને પોતાના વખાણ કરતા હતા પરંતુ આ જનતાના ટેક્ષ માંથી પ્રાથમિક શાળા બનેલ છે અને આના ઉદઘાટનમાં લોડાઈ ગામનાજ જનતા એ ચુંટેલા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય ઈશ્વરભાઈ ડાંગરને અને પૂર્વ તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા અનીલભાઈ બત્તા લોડાઈ ગામના હોવા છતા આમંત્રણ પણ આપવામાં આવેલ ન હતું અને આ કાર્યક્રમ ભાજપનોજ હોય અને ભાજપના ફંડ માંથી જ પ્રાથમિક શાળા ની બિલ્ડિંગ બનેલ હોય તે રીતે રાજ્ય મંત્રી એ ઉદઘાટન કરેલ અને ઈર્ષા થી પીડાઈ કોંગ્રેસના ચુંટાયેલા તાલુકા પંચાયતના જન પ્રતિનિધિ ને આમંત્રણ પણ આપવા દીધેલ નથી જે શરમ જનક બાબત છે અને જીલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ કાર્યક્રમ સરકારી નહી પણ ભાજપ નો હોય તે રીતે આયોજન કરેલ ખરેખર તો શિક્ષણ અધિકારીએ ભાજપ નો ખેસ પહેરીલેવો જોઈએ.પ્રાથમિક શાળાના ઉદઘાટનમાં બાળકો અને વાલીઓ હાજર હતા તે કાર્યક્રમમાં રાજ્યમંત્રી અપીલ કરતા હતા કે મેં તમારા કામ કર્યા છે TC બદલાવી દીધેલ છે તમે મને સમય આવે ત્યારે મદદ કરજો પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી હાલે શિક્ષણમંત્રી હોવા છતા કચ્છમાં ૨૦૦૦ જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે કચ્છમાં અનેક સ્કૂલો માત્ર એક શિક્ષક થી ચાલે છે ત્યારે બણગા ફૂંકવા ને બદલે પહેલા કચ્છમાં શિક્ષકોની જગ્યા પૂરી ભરાય અને શિક્ષણનું સ્તર સુધારે તેના માટે કામ કરે ત્યાર બાદ પોતાની પીઠ થાબડે માત્ર બિલ્ડિંગ કે મકાન બની જવાથી બાળકોનું ભવિષ્ય નથી બનવાનું અને જર્જરીત અને જૂની શાળા હોય તેને ફરીથી બનાવવાના કામની ગુજરાત સરકારની જવાબદારી છે પાકિસ્તાનની સરકાર આવી ને ન બનાવીદે.
આ વિસ્તારના કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓ ઢોરી, સુમરાસર, લોડાઈ ને ઈરાદા પૂર્વક આમંત્રણ આપાયેલ નથી કારણ કે અંજાર ધારાસભ્યના મત વિસ્તાર આહીર પટ્ટી માંથી મોટા ભાગની બેઠકો કોંગ્રેસે કબજે કરેલ છે જેથી ઈરાદા પૂર્વક કીનાખોરી રાખવામાં આવેલ છે.
લોડાઈ વિસ્તારમાં લોકો પાસે અત્યારથીજ ચુંટણી હોય તે રીતે રાજ્યમંત્રી શ્રી સમર્થન માંગતા હતા કે મદદ કરજો પરંતુ જયારે આ વિસ્તારના ખેડૂતોને મદદની જરૂરિયાત હતી વીજ લાઈન ને વળતર બાબતે પોલીસ ખેડૂતો ઉપર દમન ગુજારતી હતી ઢસડી ઢસડી ને પોલીસ પકડી જતી હતી મારતી હતી તેમજ નર્મદાની પેટા કેનાલ બાબતે પણ આ વિસ્તારના ખેડૂતો એ ખુબ સંઘર્ષ કરેલો તેવા સમયે અંજારના ધારાસભ્ય દ્વારા લોડાઈ, ખેંગારપર, ઉમેદપર, ધરમપર, જવાહર નગર, સુમરાસર, ઢોરી, કુનરિયા, જીકડી ગામના ખેડૂતોને કયાય મદદરૂપ બનેલ ન હતા તથા તે વખતે તો એ મૌન હતા જેથી માત્ર ભાષણ કરવા થી કે રીલ્સ બનાવવા થી કઈ ન વળે આ વિસ્તારના લોકો તમને સારી રીતે ઓળખી ગયા છે કે સરકારી ખર્ચે તાયફાઓ બંધ કરો અને લોકોની તકલીફોમાં સાથે રહો તે જરૂરી છે.
આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ ખુલાશો માંગવામાં આવશે.