નખત્રાણા તાલુકાના રવાપર થી પાંધ્રો ના રસ્તે ખોવાયું એક નાનું પર્સ, પણ અંદર છે એક યુવાન નું આખું ભવિષ્ય!
આજ કાલ ના સમય માં પૈસા કરતા પણ કાગળો વધુ કિંમતી હોય છે, અને આવી જ એક ઘટના આપણા માંનકુવા ગામ ના યુવાન સાથે બની છે.
આપણા મિત્ર અરફાઝ ચાકી (ગામ: માંનકુવા) નું પર્સ આજે રવાપર, દયાપર, ઘડુલી, પાંધ્રો ના રસ્તા વચ્ચે ક્યાંક પડી ગયું છે. રસ્તા ની ધૂળ માં ક્યાંક એ નાનું પાકીટ પડ્યું હશે, પણ એ પાકીટ માં એની જિંદગી ના સૌથી અગત્ય ના કાગળો છે.
પર્સ માં રોકડ રકમ તો નહીવત છે, પણ આધાર કાર્ડ, લાયસન્સ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ એમાં છે, જેના વગર આજ ના સમય માં એક ડગલું પણ ભરવું મુશ્કેલ છે.
અરફાઝ ભાઈ ખૂબ ચિંતા માં છે. આખા રસ્તે શોધખોળ કરી લીધી છે પણ હજુ કોઈ પતો નથી મળ્યો.
જો તમે આજે રવાપર થી પાંધ્રો ના રસ્તે થી પસાર થયા હોવ અને તમને કોઈ પર્સ મળ્યું હોય, અથવા કોઈને મળ્યું હોય એવી ખબર હોય, તો ખુદા ને ખાતર તરત જાણ કરજો.
તમારી એક નાની મદદ એક યુવાન ની મોટી મુશ્કેલી દૂર કરી શકે છે.