મીની તરણેતર મોટા યક્ષના મેળાનો પ્રારંભ….નખત્રાણા તાલુકા માંથી મોટી સંખ્યામાં રવિવાર હોવાથી સહેલાડીઓ ઉમટી પડ્યા

કચ્છ જિલ્લાના સૌથી મોટા અને મીની તરણેતરની ઉપમા પામેલા નખત્રાણા તાલુકાના મોટા યક્ષદેવના સ્થાનકે ભાતીગળ લોકમેળાનો પરંપરાગત રીતે દબદબાભેર પ્રારંભ. રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ અગ્રણીઓ –સહેલાણીઓની હાજરીમાં કરાવ્યો મેળાનો પ્રારંભ. કચ્છ અને કચ્છ બહારથી મેળાના માણીગરો ઉમટ્યા. પહેલા જ દિવસથી મેળાની રંગત જામી.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા આસિસ્ટન્ટ કલેકટર ઉત્કર્ષ ઉજ્જવલ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
મામલતદાર રાકેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન રબારી નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી મેળા સમિતિના ધીરજલાલ નાકરાણી જે એમ જાડેજા મહિપતસિંહ જાડેજા નવીન ભાઈ ભુવા રઘુવીર સિંહ ઝાલા જખરા ભાઈ ભુવા ચંદનસિંહ રાઠોડ દેવાભાઈ રબારી નખત્રાણા પરેશભાઈ સાધુ જશોદાબેન બડીયા મનીષ મહેશ્વરી મામદ ખત્રી જાગૃતીબેન ઠક્કર પીઆઈ એએમ પટેલ આઇસીડીએસના શાન્તાબા ચુડાસમા
મેળો સમિતિના આગેવાનો ભોવા પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આજે મોડી રાત્રે મેળામાં ભીડ જામશે
સમિતિના જણાવ્યું કે યોગાનુયોગ રવિવાર હોવાથી અને આજે પ્રથમ દિવસ હોવાથી તાલુકા ભર્માથી મોટી સંખ્યામાં મેળો માણવા માટે લોકો આવી રહ્યા છે રાઈડર્સ ખાણીપીણી, મોતનો કૂવો ચકડોળ સહિતના વિસ્તારોમાં ભીડ જોવા મળી રહી છે
પોલીસ દ્વારા વિવિધ શેરીઓમાં રાખી મોની ટ્રીંક કરાઈ રહહ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો 400 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા છે
: પ્રથમ દિવસે જ હાઉસફુલના પાટિયા લાગ્યા
ક્યાંય પણ છેતરપિંડી થાય કે વધારો ભાવ લેવાની ફરિયાદો આવશે તો કાર્યવાહી કરવામાં આવશે રાઇડર્સ ખાલીપીણી મોતનો કૂવો મનોરંજનના સાધનો વગેરેમાં વ્યાજબી ભાવ જ રાખવો તેવું પ્રાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું જિલ્લા કલેકટરશ્રીના જાહેરનામા મુજબ અમલ કરવાનો રહેશે