Skip to content
માંડવી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી એસ. જે. રાણા તથા એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી તથા પો.હે.કોન્સ. ગોપાલભાઇ મહેશ્વરી તથા પો.કો. ચેતનભાઇ રબારી તથા સુરજભાઇ વેગડા તથા જગદીશભાઇ ચૌધરી વિગેરેનાઓ માંડવી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બાડા ગામમા મહેશ્વરીવાસમા ગલીમા અમુક ઇસમો ધાણી-પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમે છે જેથી આ અંગે રેઇડ કરતા જેમા (૧) ચંદુ ઓલાભાઇ માતંગ (મહેશ્વરી) ઉ.વ.૪૦ (૨) પ્રવિણ દેવરાજ માતંગ (મહેશ્વરી) ઉ.વ. ૩૫ (૩) લખુ કાનજી જુવડ (મહેશ્વરી) ઉ.વ. ૪૦ (૪) મોહન દેવરાજ માતંગ (મહેશ્વરી) ઉ.વ. ૨૮ (૫) શાંતીલાલ હરશી જુવડ (મહેશ્વરી) ઉ.વ. ૩૫ (૬) સાલેમામદ ઇશાક સઠીયા ઉ.વ.૬૦ (૭) વંકાજી નવઘણજી રાઠોડ ઉ.વ. ૫૮ (૮) મજીદ ઓસમાણ ખલીફા ઉ.વ. ૨૫ (૯) પુનશી દેવરાજ ગઢવી ઉ.વ. ૨૮ (૧૦) જીગ્નેશ વેલજી માતંગ (મહેશ્વરી) ઉ.વ. ૩૦ (૧૧) લક્ષ્મણસિંહ અભયરાજસિંહ જાડેજા ઉ.વ. ૪૫ રહે. તમામ બાડા, તા.માંડવી-કચ્છ. વાળા પાસેથી રોકડ રૂપીયા ૨૧,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ (સાત) કી.રૂા. ૪૫૦૦/- એમ કુલ ૨૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી ધોરણસર અટક કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી આ કામેની આગળની તપાસ એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી નાઓ ચલાવી રહ્યા છે.