પશ્વિમ કચ્છ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સોરભ તોલંબીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જે.એન.પંચાલ. સાહેબ ભુજ-વિભાગ ભુજ નાઓ દ્વારા દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુત કરવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને આજ રોજ માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર શ્રી એ.એલ.મહેતા નાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એસ. જે. રાણા સાહેબ તથા પો.હેડ.કોન્સ ભગીરથસિંહ એ.જાડેજા તથા પો.હે.કો. ચેતનસિંહ કે.જાડેજા તથા વિજેન્દ્રસિંહ એન.જાડેજા એ રીતેના સ્ટાફના માણસો આસંબિયા ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ભગીરથસિંહ એ.જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોટા આસંબીયા ગામના દક્ષિણ બાજુના સમસાી બાજુમાં અમુક ઇસમો ધાણીપાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા હોઇ જે અંગે રેઇડ કરતા જેમા (૧) અબ્દુલ કાસમ કુંભાર ઉ.વ.૩૧ (૨) અર્જુનસિંહ ભુપતસિંહ જાડેજા ઉ.વ.૧૯ (૩) સુલેમાન જાકબ કુંભાર ઉ.વ.૩૮ (૪) હિતેશ મેઘજી ચૌહાણ ઉ.વ.૩૨ (૫) ભરત રાઘવજી ભટ્ટી ઉ.વ.૫૦ (૬) તેજસભાઈ ભરતભાઈ ભટ્ટી ઉ.વ.૨૧ (૭) મુસ્તાક ઉમર સમેજા ઉ.વ.૩૨ (૮) સંતોષ રતીલાલ પરમાર ઉ.વ.૩૦ રહે.તમામ મોટા આસંબીયા તા,માંડવી-કચ્છ.વાળાઓને કુલ રોકડ રૂપીયા ૭૭૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂા. ૮૫૦૦/- એમ કુલ ૧૬૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જેથી ઉપરોક્ત તમામ ઇસમો વિરૂધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી અને આ કામેની આગળની તપાસ પો.હેડ.કોન્સ ભગીરથસિંહ એ.જાડેજા નાઓ ચલાવી રહ્યા છે.