પશુ દવાખાનું -દયાપર તથા અદાણી ફાઉન્ડેશન – સાંઘીપુરમના સંયુક્ત ઉપક્રમે લખપત તાલુકાનાં વિવિધ ગામોમાં નિઃશુલ્ક પશુ આરોગ્ય કેમ્પો યોજવામાં આવ્યાં

AF Cattle Health Camp Photo (2)

પશુઓને સમયસર અને સ્થળ પર જ સારવાર મળે એ હેતુથી અદાણી ફાઉન્ડેશન, સાંઘીપુરમ તથા પશુ દવાખાનું – દયાપરના સંયુક્ત
ઉપક્રમે બરંદા, જાડવા, નરેડો, હરુડી તથા ખારાઈ ગામના વથાણમાં નિઃશુલ્ક પશુ આરોગ્ય તથા ચેપી ગર્ભપાત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું હતું.
આ પશુપાલન કેમ્પમાં ગામના પશુઓને સમયસર આરોગ્ય તપાસણી માટે જાગૃતતા લાવવી સ્થળ પર જ પશુઓની તપાસણી કરવી.
રોગનિવારણ માટે સારવાર તથા જરૂરી પશુ ચિકિત્સા સંબંધી સેવાઓ સ્થળ પર જ આપવી. ગ્રામસ્તરે કેવા પ્રકારની સેવા ઉપલબ્ધ હોય તેની
જાણકારી આપવાનાં મુખ્ય હેતુ સાથે આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ દરમિયાન પશુઓની નિષ્ણાંત પશુ ડોક્ટર દ્વારા આરોગ્ય તપાસ કરી
વિવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓના નિવારણ માટે જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી. આ સાથે પશુપાલકોને સરકારશ્રીની પશુપાલન
અને આરોગ્યની સંભાળ અંગેની વિવિધ સરકારી યોજનાઓ તથા રસીકરણ તેમજ સારવાર માટેની રાખવાની કાળજી અંગે જાગૃતતા લઈ આવવા
માટે પશુપાલક સાથે વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેના લીધે પશુપાલકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાયો.
આ કેમ્પોમાં કુલ ૨૪૭૧ પશુઓને સ્થળ પર જ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી. જેમાં ૧૭૮૯ પશુઓને ડીવોર્મિંગ કરવામાં
આવ્યું. ૧૧૩ પશુઓની આંખના ચેપી રોગની સારવાર, ૨૦૭ પશુઓની લંગડાપણાની સારવાર, ૧૦૯ પશુઓની ખપરીનાં રોગની સારવાર તથા
૨૫૩ પશુઓને જનરલ સમસ્યા માટેની સારવાર કરવામાં આવી. જે તે પશુપાલકોને સ્થળ પર જ સારવાર મળી જવાથી પશુપાલકોએ આયોજકો
અને ડોક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ. 
અદાણી ફાઉન્ડેશનના શ્રી ભાવેશભાઈ એરડા એ પશુપાલકો સાથે વાત કરતા જણાવ્યું કે પશુએ આપણા પરિવારનો સભ્ય છે તેની પણ
સમયાંતરે આરોગ્યલક્ષી તપાસણી કરાવવી ખાસ જરૂરી છે. જે મૂંગા પશુઓની વેદના કે પીડાને સમજે એ જ સાચો પશુપાલક ગણાય. ડોક્ટરની
સલાહ અને સરકારી વ્યવસ્થાઓનો ઉપયોગ કરીને આપણાં પશુને નિરોગી રાખવું એ આપણી ફરજ છે.
ડોક્ટર ટીમ દ્વારા પશુપાલકો સાથે ખાસ ચર્ચા કરી હતી કે આપના પશુઓને આપ દરરોજ તેની દૈનિક ક્રિયાને જુઓ જેનાથી તેની
બીમારી કે કોઈ પીડા અંગે આપને ખબર પડી જશે અને આપ અમારી મદદ લઈને પશુઓને વ્યવસ્થિત સારવાર સમયસર અપાવી શકશો. દરેક
પશુપાલકે આ જાગૃતતા રાખવી ખૂબ જરૂરી છે. જેથી પશુની ઉત્પાદકતા જળવાઈ રહે સાથે પશુપાલકની આર્થિક ઉન્નતિ પણ થાય. પશુ રોગમુક્ત
રહેશે તો જ આર્થિક રીતે પોસાશે. 
આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટર તરીકે ડો.રવિ પ્રજાપતિ તેમજ સાથી ટીમમાં પશુ નિરીક્ષક શ્રી દર્શન સોજીત્રા, પુષ્પરાજ પટેલ, ધવલ
પ્રજાપતિ, ભરતસિંહ ચાવડા અને નરેન્દ્રસિંહ ચાવડા તેમજ અદાણી ફાઉન્ડેશનના ભાવેશભાઈ એરડા અને બરંદા ગામના સરપંચ શ્રી નથુભાઈ
રબારી તથા જાડવાના સરપંચ પ્રતિનિધિ ભોજાભાઈ પેનાભાઈ રબારી તથા ગ્રામ પંચાયતના સદસ્યો અને અગ્રણીઓએ તમામ પ્રકારનો સહયોગ
પૂરો પાડ્યો હતો.