કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના પૂર્વ સૈનિકો તથા સ્વ સૈનિકો/પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું  સંમેલન

 અંજાર તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન તા ૦૪/૧૦/૨૦૨૬ને રવિવાર ના રોજ સવારે ૦૮:૩૦ ક્લાકે સુધી વીર બાળ સ્મારક,ઓડીટોરીયમ હોલ,અંજાર મુકામે  જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી,ભુજ (કચ્છ) દ્વારા આયોજન કરવામાં આવેલ છે.   જેમાં અંજાર તાલુકાના તમામ પૂર્વ સૈનિકો તથા સ્વ સૈનિકો/પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને તેમજ કચ્છ જિલ્લાના શહીદ સૈનિકોના ધર્મપત્નિઓને આમંત્રિત કરવામાં આવે છે. આ સૈનિક સંમ્મેલનમાં  કેન્દ્રીય સૈનિક બોર્ડ, રાજય સરકાર અને રાજય સૈનિક કલ્યાણની વિવિધ ક્લ્યાણકારી યોજનાઓની જાણકારી, સહાયોની જાણકારી, પેન્શન, સ્પર્શ  માહિતી, મેડીક્લ, ડીજીટલ લાઇફ સર્ટીફીકેટ, ઇ.સી.એચ.એસ, રજીસ્ટ્રેશન , શિષ્યવૃતી, વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫ની  સમજ આપવાની હોય  અચુક હાજરી આપવા અનુરોધ