આરટીઓ ભુજ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલરના ગોલ્ડન, સિલ્વર નંબરો સહિત તમામ નંબરોની નવી સિરીઝ GJ-12-HLનું ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૦૯/૧૦/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧/૧૦/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૧/૧૦/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૩/૧૦/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના રૂ.૮,૦૦૦, રજત-સીલ્વર નંબરના રૂ.૩૫૦૦, અન્ય વાહનો માટે રૂ.૨૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા https://parivahan.gov.in/fancy પર અરજી કરવાની રહેશે.