યુવા ઉત્સવ-૨૦૨૬-૨૭ ની અખબારી યાદી

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર પ્રેરિત કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર
આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,કચ્છ દ્વારા સંચાલિત યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ યોજાનાર છે. આ સ્પર્ધામાં ૧૫ થી ૨૯
વર્ષ ના વયજૂથ ધરાવતા યુવક યુવતીઓ ભાગ લઈ શકશે.
યુવા ઉત્સવમાં યોજાનાર સ્પર્ધાઓમાં (૧) લોકનૃત્ય (Folk Dance),(૨) લોકગીત (Folk Song) (૩) ચિત્રકામ (Painting),
(૪) કવિતાલેખન (Poetry Writing) તથા (૫) નુક્કડ નાટક (Nukkad Natak)એમ મળી કુલ ૫ સ્પર્ધાઓ જીલ્લાકક્ષા અને
રાજ્યકક્ષાએ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટેની એન્ટ્રીઓ મંગાવવામાં આવે છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારો/ સ્પર્ધકોએ આ માટેના અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી
ભવન,ત્રીજો માળ,રૂમ નંબર ૪૧૧,કચ્છ ખાતેથી મેળવી તા.૧૨/૧૦/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,કચ્છ ને મળી રહે
તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.