MISSION FUGITIVE ” હેઠળ છેલ્લા આઠેક મહિનાથી એન.ડી.પી.એસએકટ હેઠળના ગુના કામેના લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓના માર્ગદર્શન અને સુચના આધારે રાજયભરમાં મિલ્કત/શરીર સંબધી તેમજ એન.ડી.પી.એસ તેમજ પ્રોહી/જુગાર ગુના કામેના લીસ્ટેડ નાસતા ફરતા આરોપોઓને શોધી કાઢવા માટે ચાલી રહેલ વિશેષ અભિયાન MISSION FUGITIVE ” અંર્તગત પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં ગુના કામેના લીસ્ટેડ નાસતા ફરતા આરોપી પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે આધારે શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસના ગુના કામેના લીસ્ટેડ આરોપી રમેશ હરીરામ બિશ્નોઈ ૨હે.જવાહ૨નગર ગાંધીધામ મુળ ૨હે.સંકડ તા.જી.જાલોર રાજસ્થાન વાળો જેઓએ સદર ગુના છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો હોઈ જે અન્વયે મજકુર આરોપી પકડવા પ્રયત્નસીલ હોઈ તે દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સથી બાતમી હકીકત આધારે જાણવા મળેલ કે મજકુર આરોપીને સાચોર રાજસ્થાન ખાતે હોવાની હકિકત આધારે તાત્કાલીક એક પોલીસ ટીમ મોકલી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.