“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આદિપુર, ગળપાદર અને રાપર ખાતે માર્ગ સલામતિ તથા સાયબર સુરક્ષા તથા નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનારો યોજાયા.

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ આદિપુર શહેરની ગુરૂનાનક પબ્લીક સ્કુલ ખાતે તથા ગળપાદ માધ્યમીડ શાળા ખાતે તથા રાપર શ્રીમતિ નિરંજના પંકજ મહેતા માધ્યમિક શાળા ખાતે માર્ગ સલામતિ હેઠળ ટ્રાફિક જાગૃતિ તથા સાયબર ક્રાઈમ તથા નાર્કોટીક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવેલ હતા. જેમાં આદિપુરની ગુરૂનાનક પબ્લીક સ્કુલ ખાતે શ્રી આર.એમ.ડુવા પો.સ.ઈ. આદિપુર પો.સ્ટે. નાઓ દ્વારા ટ્રાફિડ નિયમો અંગે ડોકયુમેન્ટ્રી વિડિયો રજુ કરી ટ્રાફિક નિયમો અંગે તેમજ સાયબર કાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ તેમજ ગળપાદર માધ્યમીક શાળા ખાતે શ્રી કે.જે.વાઢેર પો.સ.ઈ. ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. નાઓ દ્વારા સાયબર કાઈમ શું છે તેના નવા નવા એમ.ઓ.જેમાં ડિજિટલ એરેસ્ટ, વોઇસ ફીશીંગ, ઓનલાઈન શોપીંગ વખતે થતા ફોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ઇન્સ્ટન્ટ લોન ફોર્ડ, જોબ ફોર્ડ તથા ઓનલાઈન ગેમીંગથી થતા નુકશાન અંગે તથા સોશીયલ મીડિયાના ઉપયોગ વખતે શુ કાળજી રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સથી સાવચેત રહેવા અને કોઈપણ પ્રકારના વ્યસન દૂષણથી દુર ૨હેવા અંગે વિધાર્થીઓ જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ શ્રીમતિ નિરંજના પંડજ મહેતા માધ્યમિક શાળા રાપર ખાતે બીટ ઈન્ચાર્જશ્રી પો.હેડ કોન્સ. દ્વારા દ્વારા ટેકનોલોજીના ઉપયોગમાં સાવચેતી રાખવા અને ટીનેજર્સને સોશીયલ મીડીયા એકાઉન્ટ નહી બનાવવા અને અજાણ્યા વ્યકિતઓથી ફેન્ડશીપ નહી કરવા અને અજાણી વ્યકિતઓના આવતા કોલ અંગે તથા સાયબર ફોડથી બચવાના ઉપાયો બાબતે વિધાર્થીઓને માહિતગાર કરી ભારત સરકારશ્રીના સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ની કામગીરી અંગે જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ રાપર ખાતે માર્ગ સલામતી હેઠળ એસ.ટી. વિભાગના ડ્રાઇવરોને માર્ગ સલામતી અંગે ટ્રાફિક નિયમન કરવા અંગે મહત્વની જાણકારી રાપર ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમોમાં પોલીસ અધિકારીશ્રીઓ સાથે ગામના આગેવાનો તથા શાળાના શિક્ષકો/વિધાર્થીઓ તથા એસ.ટી. વિભાગના કર્મચારીઓ કુલ-૪૩૦ થી વધુ લોકો જોડાયા હતા.