મુંદરા પોર્ટ પાસે નોકરીથી આવતા ભોરારાના બાઇકચાલકને બોલેરોએ અથડામણ લેતાં મોત
મુંદરાના પોર્ટ માર્ગે રાત્રે નોકરી કરી પરત ફરતા ભોરારાના બાઇકચાલક 24 વર્ષીય યુવાનને બોલેરોએ અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. મુંદરા પોર્ટ એન્ડ એસઇઝેડમાં આવેલી ક્રેપ કંપનીમાં નોકરી કરતા યુવાન ગઇકાલે તા. 28/9ના તેમની નોકરી પૂર્ણ કરી રાત્રે 8.30 વાગ્યાના અરસામાં પરત તેની બાઇકથી આવી રહ્યા હતા, ત્યારે ગેટ નંબર 24 પાસે જ બોલેરો ગાડીએ બેદરકારીભરી રીતે ચલાવીને અડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચાડતાં તેનું મોત નીપજ્યું હતું. બોલેરો ગાડી રોંગ સાઇડમાં આવી હતી. ગાડીનું આગળનું ડ્રાઇવર સાઇડનું ટાયર ફાટી ગયું હતું. લાઇટ, આજુબાજુનો ભાગ તથા મુખ્ય કાચ તૂટી ગયા હતા. આ અંગે મૃતકએ મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.