ગોપાલપુર સ્ટેશને પ્રાથમિક સગવડોનું કાર્ય શરૂ

ગોપાલપુર સ્ટેશન નું લોકાર્પણ તા. ૧૯/૯/૨૬ થયું . કચ્છ ની ૭ ટ્રેનો ગાંધીધામ બાયપાસ કરી ભુજ જશે.
ગોપાલપુર સ્ટેશને પહેલે જ દિવસથી પ્રવાસીઓ ને ખુબ હાલાકી ભોગવવી પડી હતી. જેનાં અનુસંધાન માં સંસ્થા નાં પ્રતિનિધીઓ વેસ્ટર્ન રેલ્વે નાં જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે તથા ચીફ પેસેન્જર્સ ટ્રાફીક મેનેજર શ્રી દિપક વણજારે ને શુક્રવાર તા. ૨૫/૯/૨૬ નાં મળ્યાં હતા.

ગોપાલપુર સ્ટેશને મુળભૂત સગવડ અંગે ધ્યાન દોરેલ તેઓએ તાત્કાલિક ધોરણે કાર્ય કરવાની બાંહેધરી આપેલ.

જનરલ મેનેજર ને મળ્યાં બાદ બીજા દિવસે અમદાવાદ ડિવિઝન નાં SR. DCM શ્રી અનુજ તિવારીને ફોન આવ્યો, શ્રી નિલેશ શ્યામ શાહ ને જણાવ્યું કે ગોપાલપુર સ્ટેશને એપ્રોચ રોડ નું કાર્ય શરૂ થઈ ગયેલ છે. સ્ટેશને બેંચ , ઇંડીકેટર, પાણી ની વ્યવસ્થા , સામાન માટે કુલી તથા અન્ય સઞવડ નું કામ ચાલુ કરેલ છે.

ટુંક સમય માં ગોપાલપુર સ્ટેશન સારી સુવિધા ઓ થી સજ્જ થઈ જશે.

રેલ્વેના સર્વે અધિકારીઓનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે.