ચેક પરતના કેસમાં અટડાના શખ્સને છ માસની કેદની સજા

ચેક પરતના કેસમાં લખપત તાલુકાના અટડાના આરોપી ને છ માસની સાદી કેદનો ચુકાદો કોર્ટે આપ્યો છે.સૂત્રો પરથી મળતી મહિતી નખત્રાણાના ફરિયાદી પાસેથી એ રૂા. 1.75 લાખ માર્ચ-2025માં હાથઉછીના લીધા હતા, જે ચૂકવવા આપેલો ચેક પરત ફરતાં ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં નખત્રાણાના અધીક ચીફ જ્યુ. મેજિ. એ.ડી. રાવે આરોપી હેમરાજને તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજા તથા દંડ અને દંડ ન ચૂકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષે વકીલ વી.આર. ગઢવી, જે.વી. ગઢવી, એચ.ડી. ગઢવી હાજર રહ્યા હતા.