ભુજમાં કારમાંથી રૂા. 1.91 લાખના દારૂ સાથે ઈસમ ઝડપાયો
ભુજ,શહેરના એરપોર્ટ રોડ પરની ઓધવવંદના સોસાયટીમાં કારમાં ભરીને લવાયેલા રૂા. 1,91,164ના શરાબના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જે માલ એરફોર્સના કર્મચારી પાસેથી લવાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, એરફોર્સના કર્મચારી મંગલમ રેસિડેન્સી નાગોર ફાટક પાસે ભુજમાં અંગ્રેજી પ્રકાર જેવો શરાબનો જથ્થો ઉતાર્યો છે. આથી પોલીસે ત્યાં કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે, હ્યુંડાઇ કારમાં ભરીને લઇ ગયો છે. આથી પોલીસ આરોપીના ઘરે જઇ તેને પકડી યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં તે શરાબ લઇ આવ્યાનું જણાવી સોસાયટીમાં જ પોતાના બની રહેલા મકાન પાસે ઊભી રાખેલી કારમાં જથ્થો હોવાની કબૂલાત કરી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબ 79 બોટલ જેની કિં. રૂા. 1,91,164 તથા કાર કિં. રૂા. ત્રણ લાખ અને એક મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 5,01,164નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.