રોટાવેટરની મરંમત કરતાં વાંકુનો યુવાન તેમાં આવી જતાં કરુણ મોત:હાજીપીર

ભુજ તાલુકાના હાજીપીર પાસેની આર્ચિયન કંપનીમાં રોટાવેટરની મરંમત દરમ્યાન વાંકુ ના 28 વર્ષીય યુવાન ના શરીરનો ભાગ આવી જતાં ગંભીર ઇજાનાં પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું,સૂત્રો પરથી મળતી માહિતી હાજીપીર પાસેની આર્ચિયન કંપનીમાં ખાનગી કોન્ટ્રાક્ટમાં ચાલતા વાહનોમાં ગઇકાલે રાતે રોટાવેટરમાં ખરાબી થતાં તેનું મરંમતનું કામ કરતા યુવાનના શરીરનો ભાગ તેમાં આવી જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત નીપજ્યાની વિગતો આજે હાજીપીર પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. જ્યારે અંજાર તાલુકાના ખોખરા ગામે એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ખોખરામાં રહેનાર યુવાન ગત તા. 28/9ના સાંજના અરસામાં પોતાના ઘરે હતો દરમ્યાન, અગમ્ય કારણોસર તેણે ચાદર વડે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. તેને અંજાર હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ કરતાં પી.એસ.આઇ. જે. એસ. ચૂડાસમાનો સંપર્ક કરતાં તેમણે ફોન ન ઊંચકતાં વધુ વિગતો બહાર આવી નહોતી.બીજીબાજુ રાપરના સેલારીમાં અભરામ મુસા રાઉમાએ દવા પી લઇ છેલ્લાશ્વાસ લીધા હતા. વધુ એક બનાવ સેલારી ગાયત્રી ચોક વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનાર યુવાન ગત તા. 27/9ના રાત્રે પોતાના ઘરે હતો દરમ્યાન, તેણે કોઇ કારણોસર ઘાસ બાળવાની દવા પી લીધી હતી. તેને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેણે સારવાર દરમ્યાન તા. 28/9ના છેલ્લાશ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.